નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં 5 જાન્યુઆરીએ થયેલી હિંસા મામલે વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ (JNUSU) આઈશી ઘોષ (Aishe Ghosh) અને અન્ય 19 વિરુદ્ધ દિલ્હી પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆર મુજબ જેએનયુના ચીફ સિક્યુરિટી ઓફિસરે પોલીસને ફરિયાદ કરી છે. જેએનયુ અધ્યક્ષ આઈશી ઘોષ અને તેના અન્ય 18 સાથીઓએ 4 જાન્યુઆરીના રોજ બપોરે લગભગ 1 વાગે મહિલા ગાર્ડની સાથે ધક્કામૂક્કી અને અન્ય ગાર્ડની સાથે મારપીટ અને ગાળાગાળી કરી હતી. તે જબરદસ્તીથી CIS રૂમમાં ઘૂસવા માંગતો હતો. જેનો વિરોધ સિક્યુરીટી ગાર્ડે કર્યો. બાદમાં આ લોકો પાછળનો કાચ તોડીને સર્વર રૂમમાં ઘૂસી ગયાં. તેમણે ઓપ્ટિક કેબલ તોડી નાખ્યો અને બાયોમેટ્રિક મશીનને તોડી નાખ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JNU હિંસા: મુંબઈમાં 'ફ્રી કાશ્મીર'ના પોસ્ટરથી રાજકીય ભૂકંપ, ફડણવીસે CM ઉદ્ધવ ઠાકરેને લીધા આડે હાથ


એફઆઈઆર (FIR) માં આઈશી ઘોષ, સાકેત મૂન, સતીષ યાદવ, સારિકા ચૌધરી, જી સુરેશસ કૃષ જયસ્વાલ, વિવેકકુમાર, ગૌતમ શર્મા, વાસકર વી, અપેક્ષા પ્રિયદર્શી, શ્રેયા ઘોષ, શ્વેતા કશ્યપ, સંભાવિત સિદ્ધિ, વિવેકકુમાર પાંડે, રાજૂ સિંહ, માનસકુમાર, ચૂનચૂન યાદવ કામરાન, ડોલન, અને ગીતાકુમારી વિરુદ્દ આઈપીસીની કલમ 323, 341, 506 સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના મામલે  પાંચ જાન્યુઆરીના રોજ એફઆઈઆર નોંધાવી છે. 


જવાહરલલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસા બાદ હવે એક પછી એક આ મામલે ખુલાસા થઈ રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ જેએનયુમાં એબીવીપી (ABVP)  અને લેફ્ટ (LEFT) વિંગના વિદ્યાર્થીઓ વચ્ચે છેલ્લા 2-3 દિવસોથી તણાવ ચાલી રહ્યો હતો. પરંતુ જ્યારે લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશનનું સર્વર ડેમેજ કર્યું તો તણાવ વધી ગયો. ત્યારબાદ વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો. પેરિયાર હોસ્ટેલ પર ગઈ કાલે લગભગ 4 વાગ્યા બાદ મામલો વધતો ગયો. અંદર લગભગ 10 પોલીસકર્મીઓ સાદા કપડાંમાં હાજર હતાં. તેમની સાથે પણ હાથાપાઈ થઈ. તેનો પીસીઆર કોલ પણ થયો હતો. 


JNU હિંસા: વાયરલ થઈ રહેલી યુવતીને ZEE ન્યૂઝે શોધી, સામે આવ્યું સત્ય


કોર્ડવર્ડ દ્વારા રચાયું હતું હિંસાનું ષડયંત્ર
સૂત્રોના જણાવ્યાં મુજબ ત્યારબાદ કેટલાક વોટ્સ એપ (Whatsapp) ગ્રુપ બનાવવામાં આવ્યાં અને બદલો લેવાનું પ્લાનિંગ કરાયું. ત્યારબાદ બહારથી નકાબપોશ આવ્યાં અને તેમને કોડ વર્ડ આપવામાં આવ્યાં. જેના દ્વારા હુમલાખોરો પોતાના લોકોની ઓળખ કરી શકે અને તેમની પીટાઈ ન કરી શકે. લગભગ 6 વાગે લાકડી, ડંડાથી લેસ નકાબપોશ ભીડે હુમલો કરવાનું શરૂ કર્યું. તે સમયે અંધારું હતું આથી કોણ 'રાઈટ' અને કોણ 'લેફ્ટ' વાળા છે તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. આથી કોડવર્ડ દ્વારા હુમલાખોરોએ કોને મારવા અને કોને ન મારવા તેની ઓળખ કરવાની હતી. 


જુઓ LIVE TV


વિદેશ પ્રધાન બોલ્યા- જ્યારે હું JNUમાં ભણતો હતો ત્યારે કોઈ 'ટુકડે ટુકડે' ગેંગ નહતી


એબીવીપીનો આરોપ છે કે વામપંથી વિદ્યાર્થી સંગઠન આઈસા (AISA)ના સતીષચંદ્ર યાદવે ભીડે ઉક્સાવી, અને ડંડાથી વિદ્યાર્થીઓની પીટાઈ કરી. ડાબેરી વિદ્યાર્થીઓ સતત જેએનયુમાં ગતિરોધ કર્યા કરતા હતાં. તેમણે રજિસ્ટ્રેશન કરાવી રહેલા વિદ્યાર્થીઓના હાથમાંથી ફોર્મ છીનવીને ફાડી નાખ્યાં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....